Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરપ નવતનપુરીધામ ખિજડા મંદિર દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસિય સેવાકિય પ્રકલ્પો

પ નવતનપુરીધામ ખિજડા મંદિર દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસિય સેવાકિય પ્રકલ્પો

તા. 23થી 25 જુલાઇ સુધી વિવિધ કાર્યક્રમો : હેલ્થ કેમ્પ, ગુરૂપૂર્ણિમા ઉત્સવ તથા એસ્ટ્રોલોજી ફેસ્ટિવલનું આયોજન

- Advertisement -

પ નવતનપુરીધામ ખિજડા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની સાથોસાથ ત્રણ દિવસના સેવાકીય પ્રકલ્પો (તા. 23, 24, 25 જુલાઇ-2021)નું શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદ્ગુરુ આચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજની નિશ્રામાં આયોજન કરવામાં આવેલ છે.તા. 23ના રોજ સવારે 9 થી 12 દરમિયાન ત્રિદિવસિય કાર્યક્રમોનો ઉદ્ઘાટન સમારોહ સવારે 10 કલાકે યોજાશે. તેમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા (રાજ્યમંત્રી, ગુજરાત રાજ્ય) ધનસુખભાઇ ભંડેરી (ચેરમેન મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ), વિમલભાઇ કગથરા (પ્રમુખ શહેર ભાજપ), સૌરભભાઇ પારઘી (કલેકટર,જામનગર), વિજયભાઇ ખરાડી (જામનગર મ્યુ. કમિશનર), વસ્તાભાઇ કેશવાલા (મેનેજિંગ ટ્રસ્ટી, સમર્પણ હોસ્પિટલ) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ હેલ્થ કેમ્પમાં ગુજરાતના સુપ્રસિધ્ધ આલયમ સેન્ટર અમદાવાદના ડો. દિપેન પટેલ હાજર રહી સાંધાના દુ:ખાવા, ઘુંટણના દુ:ખાવા, સાયટીક ફ્રોઝન સોલ્ડર વિશે જાણકારી આપશે.

તા. 24ના રોજ ભારતીય સંસ્કૃત્તિના આધ્યાત્મિક પર્વ ગુરુપૂર્ણિમાનો વિશેષ કાર્યક્રમ 9 વાગ્યે પ્રારંભ થશે. આ પ્રસંગે ગુરુવંદના, ગુરુપૂજન વગેરે શુભેચ્છકો, સેવાભાવી સુંદરસાથ વગેરે દ્વારા કરવામાં આવશે. આચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે.

હેલ્થ અવેરનેસ કાર્યક્રમમાં ડો. દીપેન પટેલ તથા વૈધ અનુપભાઇ ઠાકર કોરોના મુક્ત ગામ પ્રકલ્પની માહિતી આપશે.
આ ભક્તિમય કાર્યક્રમ પ્રસંગે આર.સી. ફળદુ (કેબિનેટ મંત્રી, ગુજરાત રાજ્ય), બીનાબેન કોઠારી (મેયર જામનગર), વિમલભાઇ કગથરા (પ્રમુખ શહેર ભાજપ), તપન પરમાર (ડે.મેયર), મનીષભાઇ કટારીયા (ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તા. 25ના રોજ એસ્ટ્રોલોજી ફેસ્ટિવલનું સવારે 10 થી 12 દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભારતના સુપ્રસિધ્ધ જ્યોતિષાચાર્ય પ્રા. વિનોદ શાસ્ત્રી ઉપસ્થિત રહી વર્તમાન (કોરોના) કાળમાં ગ્રહોની આપણા ઉપર અસર એ વિષય પર જાણકારી આપશે.

આ પ્રસંગે હિતેનભાઇ ભટ્ટ, હસમુખભાઇ હિંડોચા, દિપક અરોરા (હેડ કોર્પોરેટ અફેર્સ નયારા એનર્જી), ભીખુભાઇ વારોતરીયા (પ્રદેશ કોંગ્રેસ આગેવાન), મનોજભાઇ અડાલજા (સંચાલક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બપોર પછી 3 થી 7 દરમિયાન જન્મકુંડલીના આધારે વૈજ્ઞાનિક માર્ગદર્શન પ્રા. વિનોદ શાસ્ત્રી (પૂર્વ વાઇસ ચાન્સલર, રાજસ્થાન યુનિવર્સિટી) આપશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વ્યક્તિગત માર્ગદર્શન માટે નક્કી કરેલ ડોનેશન આપવાનું રહેશે.

સમગ્ર કાર્યક્રમ કોરોના ગાઇડલાઇન પ્રમાણે રહેશે. ભક્તજનોએ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular