સરકારે વેપારીઓ, દુકાનદારો, નોકરિયાત લોકો સહિત સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકો માટે 31 જુલાઈ સુધી વેક્સિન લેવી ફરજિયાત કરી દીધી છે, સાથે જ સરકાર દ્વારા બુધવાર તથા રવિવારે વેક્સિનેશન બંધ રાખવામાં આવે છે, એવામાં ધંધાકીય એકમો સાથે જોડાયેલા લોકોને વેક્સિન મેળવવામાં તકલીફ પડી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રવિવારે પણ વેક્સિનેશન ચાલુ રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી કે જેમણે 31 જુલાઈ સુધી રસી લેવી ફરજિયાત છે તેવા લોકો માટે આ રવિવારે રસીકરાણ યોજાશે. 25 જુલાઈને રવિવારના રોજ ધંધાકીય એકમો સાથે સંકળાયેલાને રસી આપવામાં આવશે.