Sunday, January 12, 2025
Homeરાજ્યટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ અંગે સામોરના યુવાન સામે ફરિયાદ

ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ અંગે સામોરના યુવાન સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયાની જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બી.એન. ગોજીયા અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં સવારના સમયે ફરજ પર હતા, ત્યારે આ સ્થળેથી જી.જે. 10 બી. ક્યુ. 7578 નંબરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને નીકળેલા તાલુકાના સામોર ગામના રહીશ મેરામણ માલદે ચાવડા નામના 22 વર્ષના યુવાનને ફરજ પરના પોલીસ કર્મીએ ચેકિંગ કાર્યવાહીમાં થોભવાનું કહેતા ઉપરોક્ત શખ્સ પોલીસની સુચનાને અવગણીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આગળ જઈને તેને રોકીને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા જરૂરી કાગળો માંગતા આરોપી શખ્સે કાગળ બતાવ્યા ન હતા. એટલું જ નહીં, પોલીસ સાથે બોલાચાલી કરી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આમ, પોલીસ કાર્યવાહીમાં સહકાર ના આપી અને ફરજમાં રૂકાવટ સબબ હેડ કોન્સ્ટેબલ ભોજાભાઈ ગોજીયાની ફરિયાદ પરથી પોલીસે મેરામણ માલદે ચાવડા સામે આઇપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી આ પ્રકરણ અંગે આગળની કાર્યવાહી એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular