Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની બીજી લહેરથી બે લાખ કરોડનું ઉત્પાદન લોસ : RBI

કોરોનાની બીજી લહેરથી બે લાખ કરોડનું ઉત્પાદન લોસ : RBI

- Advertisement -

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2022માં આરબીઆઇ દ્વારા અંદાજવામાં આવેલો જીડીપી ગ્રોથ રેટ 10.5 ટકાનો છે. તેમણે કહ્યું કે, વૃદ્ધિનાં અનુમાનને નીચે તરફ સુધારવા માટે મને કોઈ કારણ દેખાતું નથી. એપ્રિલમાં યોજાયેલી નાણાકીય નીતિ સમીક્ષામાં, રિઝર્વ બેંકે 2021-22 દરમિયાન આર્થિક વૃદ્ધિદર 10.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે પાછલા નાણાકીય વર્ષમાં એટલે કે 2020-21માં દેશની જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા નાણાકીય વર્ષની શરૂઆત જ્યાં તીવ્ર ઘટાડા સાથે થઈ હતી, ત્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર વૃદ્ધિનાં માર્ગ પર પાછું ફર્યું અને જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિકમાં 1.6 ટકાની વૃદ્ધિ હાંસલ કરી. તાજેતરમાં આરબીઆઈએ અનુમાન લગાવ્યું હતું કે દેશમાં બીજી લહેરનાં કારણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્પાદનમાં બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આર્થિક ઉત્પાદનનાં નુકસાનનો જીડીપી સાથે સીધો સંબંધ ન હોઈ શકે, પરંતુ તે અર્થવ્યવસ્થામાં મૂલ્યવર્ધનમાં થતા નુકસાનની તરફ અંગુલીનિર્દેશ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular