પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનાવેલી વર્લ્ડ ક્લાસ હોટલનુ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આજે ગાંધીનગર -વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ગાંધીનગર-વરેઠા વચ્ચે મેમુ ટ્રેનને પણ લીલીઝંડી બતાવશે. ગાંધીનગરથી ઉપડનારા બે ટ્રેનમાં 675 જેટલા પ્રવાસીઓને બેસાડવામાં આવશે. મેમુ ટ્રેનમા જનારા પ્રવાસીઓમાંથી મોટાભાગના કલોલ સ્ટેસન પર ઉતરી જશે. કલોલ સ્ટેશન પરથી બસ તેમને પાછી ગાંધીનગર લઈ આવશે. મહેસાણા વરેઠાના 55 કિલોમીટરના માર્ગમાં વિસનગર, વડનગર, વરેઠા અને ખેરાળું સ્ટેશન વિકસાવવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર-પીપાવાવ વચ્ચેનો 266 કિ.મીનો ટ્રેક ઇલેક્ટ્રિફેકેશન સાથે ડબલડેક્કર ક્ધટેઇનર્સ દોડી શકે તેવો બનાવાયો છે. પ્રસ્તુત માહિતી આપતા મેટ્રો રેલના એમ.ડી. એસ.એસ. રાઠોડે જણાવ્યું હતું કે આ રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેમાં ખાસ ટિકીટ બુકિંગ કાઉન્ટર, રેમ્પ, લિફ્ટ્સ, ડેડીકેટેડ પાર્કિંગ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સ્ટેશન પર થીમ આધારિત લાઈટિંગની સુવિધા પણ કરવામાં આવી છે. થીમ પ્રમાણે લાઈટિંગમાં બદલાવ આવતો રહેશે. કેન્દ્રીય ગૃહસહકાર મંત્રી અમિત શાહ પણ વડાપ્રધાન સાથે જોડાશે. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પાટનગરના મહાત્મા મંદિરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, રેલવે બોડના ચેરમેન સુનિત શર્મા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો પણ સામેલ થશે.
ગુજરાતના પાટનગરને ફાઇવસ્ટાર ભેટ
રૂા. 71 કરોડના ખર્ચે ગાંધીનગર રેલવે સ્ટેશનનું અપગ્રેડેશન કરવામાં આવ્યું : 790 કરોડની વર્લ્ડક્લાસ હોટલનું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ : ગાંધીનગર રેલવે સ્ટેશન, સુપરફાસ્ટ ટ્રેન, વડનગરને મેમુટ્રેન, અમદાવાદ નેચરપાર્કમાં એકવેરિયમ, સુરેન્દ્રનગર-પીપાવાવ બ્રોડગ્રેજ લાઇનનું ઇલેકટ્રિફીકેશન સહિતના પ્રોજેકટની ભેટ