જામનગર મહાનગરપાલિકામાં કચરા ગાડીના કોન્ટ્રાકટ બંધ કરી વેંઇટીંગ લિસ્ટમાંથી સફાઇ કામદારોની ભરતી કરવા ભીમ શક્તિ ગુજરાત અધ્યક્ષ પરમાર ધરમદાસ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં જણાવ્યું છે કે,વેઈટીંગ લીસ્ટમાં અનુસુચીત જાતીમાંથી આવતા એવા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો એવા ઘણા બધા માણસો છે જે ઉમરમાં 35 થી માંડી ને 40 વર્ષ પૂર્ણ કરેલ છે આવા લોકોને સમયસર નોકરી નહી મળતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભુતકાળમાં જામનગર મહાનગરપાલીકાના સફાઈ કામદારો પાસેથી કચરાના પોઈન્ટ તેમજ કંટેનર ની પેટીઓ ઉપાડવાની કામગીરી લેવામાં આવતી હતી તો ભવિષ્યમાં પણ એજ કામગીરી કચરા કોન્ટ્રાકટ બંધ કરી વેઈટીંગ લીસ્ટમાંથી સફાઈ કામદારોને લઈ સેટપ માં વધારો કરવા માંગણી કરાઇ છે.
આથી કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી સફાઇ કામદારને વેઇટીંગમાં લેવા તથા 1866 કર્મચારીનું સેટઅપ પૂરૂ પાડવા સહિતની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે.