જામનગરના મોખાણા ગામે છેલ્લા 48 કલાકથી પાવર સપ્લાઇ બંધ હોય, ફિડરમાં તાત્કાલિક ધોરણે મેઇટેનન્સ કામ પુરું કરાવી પાવર લાઇન ચાલુ કરવા જિલ્લા પંચાયત જામનગરના સભ્ય પ્રભાતભાઇ જાટિયા સહિતના ગ્રામજનો દ્વારા પીજીવીસીએલના ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જામનગરના મોખાણા ગામે આવેલ ફિડર દરેડથી આવતો હોય તે પાવર દરરોજ માટે લાઇનફોડમાં હોય છે. 12-12 કલાક સુધી પાવર આવતો નથી. જ્યારે પણ પીજીવીસીએલમાં ફોન કરવામાં આવે ત્યારે લાઇનફોડમાં જ હોય છે. હાલમાં ખેતીની મોસમ હોય પાવર ફોડના હિસાબે ખેતીનું કામ અધુરુ રહે છે. પરિણામે ખેતીના કામમાં પાકને નુકસાની જેવા પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે. હાલ 48 કલાકથી વાડી વિસ્તારમાં પાવર બંધ છે. વાડી વિસ્તારમાં તાર લટકેલા છે. જુના વાયરીંગના કારણે દરરોજની તકલીફ થઇ રહી છે. આથી મેઇટેનન્સ કામ તાત્કાલિકના ધોરણે પુરું કરવું જેથી ખેડૂતોને વિજળી મળી રહે અને ખેડૂતોનું આર્થિક નુકસાન અટકાવી શકાય તેમ જરૂઆત કરાઇ છે.