Tuesday, December 24, 2024
Homeરાજ્યભાણવડના યુવાન ઉપર કુહાડી વડે હુમલો

ભાણવડના યુવાન ઉપર કુહાડી વડે હુમલો

- Advertisement -

ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતો મામદભાઇ હનીફભાઈ હિંગોરા નામનો 35 વર્ષનો યુવાન પોતાના ખેતરની બાજુમાં આવેલા સરકારી ખરાબાના રસ્તામાં ઝાડી-ઝાખરા કાપી રહ્યો હતો, ત્યારે આ સ્થળે ઢેબર ગામનો જ હસન આમદ હિંગોરા નામના શખ્સે આવીને આ ખરાબો પોતાનો હોવાનું કહીને ઝાડી-ઝાંખરા કાપવાની ના પાડી હતી. આ બાબતની બોલાચાલી બાદ આરોપી હસને ફરિયાદી મામદભાઈ પાસે રહેલી કુહાડી ઝુંટવી, તેમને માથામાં મારી દેતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 326, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular