કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા સામતભાઈ પાલાભાઈ કરંગીયાની પુત્રી મણીબેન હેમલભાઈ ચાવડાના લગ્ન આજથી આશરે છ વર્ષ પૂર્વે ભાટિયાના રહીશ અને હાલ મવડી- રાજકોટ ખાતે રહેતા હેમલ અરજણભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નગાળા દરમિયાન પરિણીતાને તેણીના પતિ હેમલ તેમજ સસરા અરજણભાઈ અને સાસુ રંભીબેન દ્વારા બિભત્સ ગાળો કાઢી, ઢિકા- પાટુનો માર મારી અને દુ:ખ-ત્રાસ આપવામાં આવતા આ બનાવ અંગે મહિલા પોલીસે ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504 તથા 114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.