જોડિયા તાલુકાના માજોઠ ગામ પાસે બુધવારે સાંજે બે કાર અથડાતાં અકસ્માતમાં જોડિયા ફકીર જમાતના પુત્ર તથા બે શિક્ષક અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતા જ્યાં તેનું આજે મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જોડિયા ફકિર જમાતના પ્રમુખ ઇશાક પટેલ પુત્ર વસીમ ફકિર તેની જીજે-12-એઇ-9348 નંબરની સ્વિફટ કારમાં જતો હતો તે દરમ્યાન જોડિયા તાલુકાના માજોઠ ગામ પાસે સામેથી આવતી જીજે-03-સીઇ-8491 નંબરની કાર સાથે અથડાતા અકસ્માતમાં જોડિયા ફકિર સમાજના પુત્ર વસીમ ફકીરને ગંભીર ઇજા પહોંચી હતી. જયારે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર મયુર ચનિયારાને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતમાં અન્ય બે શિક્ષકો પણ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જોડિયા ફકીર સમાજના પ્રમુખ ઈશાક પટેલના પુત્ર વસીમ ફકીર નામના યુવાનનું સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યું હતું. બનાવની જાણના થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જોડિયા ફકીર જમાત પ્રમુખના ઈજાગ્રસ્ત પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ
માજોઠ નજીક બે દિવસ પહેલાં બે કાર વચ્ચે અકસ્માત : ફકીર જમાત પ્રમુખના પુત્રની અને સામે જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રની કાર અથડાઈ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી