જામનગરના શહેરીજનો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે 6:30 કલાકે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થતાં લોકો ખુશખુશાલ થયા છે. ત્યારે જામનગર જીલ્લામાં પણ આજે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ આજે મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. ત્યારે ગામડાઓમાં પણ વરસાદ શરુ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે.
વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ રહેવાના એંધાણ રહેલા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે.