Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયવારાણસીમાં વડાપ્રધાન : 1475 કરોડની યોજનાઓ લોન્ચ કરી

વારાણસીમાં વડાપ્રધાન : 1475 કરોડની યોજનાઓ લોન્ચ કરી

કાશી રોકાતી નથી... થાકતી નથી, મહાદેવના પ્રસાદથી અહીં વિકાસ કાર્યો થઇ રહ્યા છે: પીએમ મોદી

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદી બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) પહોંચ્યા છે.અહીં તેઓએ 1475 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. પ્રધાનમંત્રીએ આ દરમિયાન કોરોના યોદ્ધાઓનો પણ આભાર વ્યક્ત કર્યો. રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટર પણ હવે કાશીને સોંપાશે. રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર માટે જાપાને 186 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. આ સેન્ટર શિવલિંગના આકારમાં બનેલુ છે. ત્રણ એકરમાં બનેલા આ સેન્ટરની બહાર 108 સાંકેતિક રૂદ્રાક્ષ લાગેલા છે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજે લાંબા સમય બાદ વારાણસીના લોકો સાથે સીધી મુલાકાત કરવાની તક મળી છે. વારાણસીમાં હર હર મહાદેવના નારા સાથે પીએમએ કહ્યું કે આજે અહીં જે પણ  વીકાસ કામો થઇ રહ્યા છે તે મહાદેવની દયા છે. તેઓએ કહ્યું કે કાશી રોકાતી નથી, થાકતી નથી. દિવસ -રાત મહેનત કરી કાશીમાં વ્યવસ્થા ઉભી કરાઈ છે અને મુશ્કેલ સમયમાં પ્રયાસ લેશમાત્ર ઓછા ન થયા. આજે ઉત્તરપ્રદેશ ફરી બેઠુ થઈ રહ્યુ છે.

પીએમ મોદીએ કહ્યું કે સૌથી વધુ રસીકરણ ઉત્તરપ્રદેશમાં થયુ. હવે મેડિકલ કોલેજનું નિર્માણ થઈ રહ્યુ છે. દિલ્હી અને મુંબઈની જગ્યાએ હવે કાશીમાં સારવાર થઇ શકશે. 450 ઓક્સિજન પ્લાન્ટ બની રહ્યા છે. દરેક જીલ્લામાં સ્વાસ્થ્ય સબંધી માળખુ ઉભુ કરવામાં આવ્યું છે. કોરોના સામેની લડતમાં ઉત્તરપ્રદેશ સરકારની કામગીરી ની પણ પીએમ મોદીએ પ્રશંશા કરી. પીએમ મોદીએ કહ્યું કે દેશના સૌથી મોટા પ્રદેશ કે જેની વસ્તી દુનિયાના ડઝનો મોટા મોટા દેશોથી પણ વધુ હોય, ત્યાં કોરોનાની બીજી લહેરને જે પ્રકારે યુપીએ સંભાળી છે.

- Advertisement -

વધારે સારી સુવિધા, જોડાણ, ઘાટનું નવીનીકરણ થઈ રહ્યુ છે. શહેરમાં સર્વેલન્સ કેમેરા પણ લગાવાયા છે. ઘાટ પર માહિતી બોર્ડ લગાવાયા છે કાશીનાં વાસ્તુ,શિલ્પ,કલાને આકર્ષક રીતે અહીં રજુ કરાશે.    આધુનિક ઉત્તરપ્રદેશ બનાવવા દિન રાત મહેનત થઇ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે યુપી દેશના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે. થોડા વર્ષો પહેલા જે યુપીમાં વેપાર-કારોબાર કરવો મુશ્કેલ મનાતું હતું આજે મેક ઈન ઈન્ડિયા માટે યુપી મનપસંદ જગ્યા બની રહ્યું છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular