પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબીનેટની બેઠકમાં આજે રોજ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થાનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો સીધો લાભ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.
આજે રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં ગત દોઢ વર્ષથી અટકી પડેલા મોંઘવારી ભથ્થાને ફરીથી બહાલ કરવા અંગે મંજૂરી મળી ગઈ છે. કર્મચારીઓ અને પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થાનો દર 28% કરવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારીના પરિણામે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1જાન્યુઆરી 2020, 1જુલાઈ 2020 અને 1જાન્યુઆરી 2021માં મોંઘવારી ભથ્થા અને મોંધવારી રાહતના 3 હપ્તા પર રોક લગાવી દીધી હતી. જેનાથી 50લાખથી વધુ કર્મચારીઓ અને 61લાખ પેન્શનર્સને ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓને હવે 1જુલાઈથી મોંઘવારી ભથ્થું મળશે.