ગુજરાતના સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરમાં આજે અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી હતી. શિખર ધ્વજા પર ધ્વજા ચડાવવા માટેની પાટલીના બે ભાગને વીજ પડવાથી નુકસાન પહોંચ્યું હતુ. જેને લઈને આજે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ છે. શિખર ધ્વજ પર અબોટી પરિવાર જે પાટલી પર બેસી ધ્વજા ચડાવે છે, તે પાટલીના વીજ પડવાથી બે ભાગ થયા છે અને મોટું નુકસાન પહોંચ્યું છે. પાટલીને નુકસાન પહોંચ્યું હોવાથી સુરક્ષાને ધ્યાને લઇ આજે મંદિરના શિખર ધ્વજની જગ્યાએ અડધી કાઠીએ ધ્વજા ફરકાવાઈ હતી. મહત્વનું છે કે અબોટી પરિવાર વર્ષોથી દ્રારકાધીશની ધ્વજા ચડાવે છે.
યાત્રાધામ દ્વારકામાં મંગળવારે સવારથી મેઘરાજા મહેરબાન થયા હતા. દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતા ધંડને નુકસાન થયું હતું. ગઇકાલે જગતમંદિરનાં મુખ્ય શિખર પર પણ વીજળી પડી હતી. આ ઘટનાનો એક વિડીયો પણ સામે હતો. જે સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.
દ્વારકાધીશ શિખર ધ્વજ પર વીજળી પડવાના મામલે કેન્દ્રોય ગૃહ મંત્રી અમિત શાહે જાણકારી મેળવી હતી. દ્વારકામાં વીજ દ્વારકાધીશના શીખર ઘ્વજ પર પડતા ધ્વજાને નુકસાન થયું હતું. શિખર ધ્વજ પર વીજળી પડવાની ઘટનાને પ્રસાશને સમથન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં વિડીયો વાયરલ બાદ અમિત શાહે આ અંગે પ્રસાશન પાસેથી જાણકારી મેળવી હતી. સામાન્ય રીતે કોઈ મોટી ઈમારત પર વીજળી પડતા મોટુ નુકસાન સર્જાતુ હોય છે. પરંતુ દ્વાર્કાધીશની કૃપા હોય તેમ જગત મંદિર પર વીજળી પડવા છતાં માત્ર ધ્વજદંડ પરના દોરડા તુટયા હતા અને શિખર પરની ધ્વજાજી ફાટી જતા ક્ષતિગ્રસ્ત થવા સિવાય મંદિરના બંધારણને કોઈ જ નુકસાની થઈ ન હતી.
જગત મંદિર પર આજે અડધી કાઠીએ ફરકાવાઇ ધ્વજા
ગઇકાલે મંદિરના શિખર પર વિજળી ત્રાટકતાં ધ્વજદંડને થયું હતું નુકસાન : કેન્દ્રિયગૃહમંત્રીએ પણ ઘટના અંગે મેળવી જાણકારી