સિક્કામાં કેટલાંક વિસ્તારોમાં કોરોના રસિકરણમાં લોકોને મુશ્કેલી પડતી હોય, આ અંગે વોર્ડ નં.6ના કાઉન્સીલરએ વેક્સિનેશન શરૂ કરવા રજુઆત કરી હતી. જેથી વેક્સિનેશન પ્રક્રિયા શરુ થતાં અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સિક્કા ખાતે કોરોના વેક્સીનેશન સેન્ટર UHC ખાતે ચાલુ હોય પંચવટી કોલોની, ભગવતી કોલોની તથા ગોકુલપૂરીના રહેવાસીઓને વેક્સિન લેવામાં મુશ્કેલી પડતી હતી. જે મુદ્દે વોર્ડ નં. 6ના કાઉન્સિલર ધરતીબેન મજીઠીયા દ્વારા જિલ્લા કક્ષાએ જિલ્લા આરોગ્યના ચેરમેન ગદીશભાઈ સંઘાણી, જામનગર જિલ્લા આરોગ્ય અધિકારીને સિક્કા સીએચસી ખાતે વેક્સિનેશન શરૂ કરવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે સિક્કા સી.એચ.સી. ખાતે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિકોની મુશ્કેલીને સમજવા બદલ ચેરમેન તથા જિલ્લા આરોગ્ય અધિકારીનો આભાર માન્યો હતો તથા વેક્સિનેશનનું કાર્ય સુચારુ રીતે કરવા બદલ સિક્કા સી.એચ.સી.એમ.ઓ. સકસેના, મેડિકલ કાઉન્સિલર મોહસીનભાઈ જબાર, ઓપરેટર અપેક્ષાબેન ભાયાણી, સ્ટાફ નર્સ ગૌરવભાઈ ગરાસીયા, ઝેનમબેન તેમજ ટોકન રજીસ્ટ્રેશન ક્લાર્ક ઉમરભાઈ તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.