ભારતમાં વેલ્યુએશન્સ વધુ પડતા દર્શાવાઇ રહ્યા છે. એવી માન્યતા પ્રવર્તી રહી છે, કે અનલોક થવા સાથે આર્થિક વિકાસ જોવા મળશે, પરંતુ એવા અનેક કારણો છે જે મજબુત આર્થિક વિકાસ જોવા ન પણ મળે તેમ સૂચવે છે, એમ જેપી મોર્ગનના ઇન્ડિયા ઇકિવટી રીસર્ચના વડાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
લાંબા ગાળાના આર્થિક વિકાસ અંગેના આશાવાદને લઇને ભારતીય શેરબજારોમાં આવેલી રેલી તથા રિઝર્વ બેન્ક દ્વારા પૂરા પડાયેલા સ્ટીમ્યુલ્સને પગલે વેલ્યુએશન ઊંચે ગયા છે, જેને કારણે અર્નિંગ્સની કામગીરીની વાત આવે છે ત્યારે તેમાં કરેકશન માટે મર્યાદિત જગ્યા રહે છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ બેન્કે 9.50 ટકા રહેવા રિઝર્વ બેન્કે ધારણાં મૂકી છે. ભારતના શેરબજારમાં રિટેલ રોકાણકારોનો હાલમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે, પરંતુ ઇતિહાસ પર નજર નાખવામાં આવતાં જણાય છે કે,જયારે જયારે આવા ગાંડપણ થયા છે ત્યારે તે અપશુકનના સંકેત આપે છે.


