Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયEPFOના નાણાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં રોકવામાં આવશે

EPFOના નાણાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં રોકવામાં આવશે

- Advertisement -

ઈપીએફઓના 6 કરોડ ખાતાધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે ખાતાધારકોને પીએફ એકાઉન્ટ ઉપર વધારે વ્યાજ મળશે. એક રિપોર્ટમાં સરકારી અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઈપીએફઓએ પોતાની વાર્ષિક જમા રકમનો એક હિસ્સો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે ઈનવિટ્સમાં રોકાણ કરવાની યોજના ઉપર વિચાર શરૂ કર્યો છે. આ નિર્ણયથી ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણમાં તેજી આવશે અને ઈપીએફઓ માટે રોકાણનો દાયરો પણ વધશે.

ઈપીએફઓ અત્યારસુધી માત્ર બોન્ડસ, સરકારી સિક્યોરિટિઝ અને ઈટીએફમાં જ રોકાણ કરે છે. ઈનવિટ એક અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે. જે મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરે છે. આ માર્કેટ રેગ્યુલેટર સેબીના દાયરામાં છે. એક અધિકારીના કહેવા પ્રમાણે એઆઈએફમાં ઈનવિટ્સ યોગ્ય વિકલ્પ છે. લાર્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લોન્ગ ટર્મ ફંડની માગ છે. જે ઈપીએફઓને પરંપરાગત રોકાણના વિકલ્પોથી અલગ રોકાણનો વિકલ્પ આપે છે.

સામાન્ય બજેટમાં સરકારે ઈન્સ્ટિટયુશન્સમાંથી વધારે રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવાનો સંકેત આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ઈનવિટ્સ મારફતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ પેન્શન ભંડોળમાંથી લોન્ગ ટર્મ ફંડ એકત્રિત કરી શકશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડસ, એસએમઈ ફંડ અને સોશિયલ વેન્ચર ફંડ એઆઈએફની કેટેગરી 1 સેગમેન્ટમાં અમુક વિકલ્પ છે અને તેના ઉપર સેબીના નિયમો લાગુ થાય છે. એક અધિકારીના કહેવા પ્રમાણે સરકારે ઈપીએફઓને એઆઈએફમાં રોકાણની મંજૂરી આપી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular