સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રાસંગપર ગામના પ્રૌઢ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નિંદ્રાધિન હતાં તે દરમિયાન બેશુધ્ધ થઈ જતાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રાસંગપર ગામમાં રહેતા હરપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.58) નામના પ્રૌઢ જામનગરના પોટરીવાળી ગલ્લીમાં આવેલા ખોડિયાર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નિંદ્રાધિન હતાં તે દરમિયાન બેશુદ્ધ થઈ જતાં સવારે નહીં ઉઠતા પ્રૌઢને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સુમિત પટેલ દ્વારા જાણ કરાતા હેકો જે.બી.ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બેશુદ્ધ થઈ જતાં પ્રૌઢનું મોત
108 દ્વારા જી.જી.હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા કાર્યવાહી