Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoનવા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સિગ્નલ વિભાગના ઈજનેરને ગળે મળ્યા, વિડીઓ વાયરલ

નવા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સિગ્નલ વિભાગના ઈજનેરને ગળે મળ્યા, વિડીઓ વાયરલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમડળના વિસ્તરણ બાદ નવા રેલમંત્રી  અશ્વિની વૈષ્ણવ ચર્ચામાં છે. રેલમંત્રી બન્યા બાદ તેઓએ સૌથી પહેલા જ મંત્રાલયમાં કર્મચારીઓના કામ કરવાના સમયમાં ફેરફાર કર્યો અને બે શિફ્ટમાં વિભાજન કરવામાં આવ્યું.  આ વચ્ચે તેઓનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

- Advertisement -

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ આ વિડીઓમાં ભારતીય રેલ્વેના સિગ્નલ વિભાગના એક એન્જીન્યરને ગળે મળતા નજર આવે છે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે આજથી મને સર નહી બોસ કહીને બોલાવજો. કારણકે અશ્વિની વૈષ્ણવે જોધપુરની એમબીએમ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કર્યો છે. અને તેઓને ખબર પડી કે આ એન્જીનીયર પણ તેમની જ કોલેજમાંથી છે તો રેલમંત્રી તેમને ગળે મળ્યા અને હંસીને કહ્યું કે, “ અમારી કોલેજમાં બધા જુનિયર તેના સિનીયરને સર નહી બોસ કહીને બોલાવતા તો તમે પણ મને બોસ કહીને બોલાવજો.” આ વિડીઓ હાલ વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular