દેશમાં કોરોનાની બીજી લહેર શાંત જરૂર પડી છે. ત્યારે હજુ પણ મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. જુલાઈ મહિનામાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ છેલ્લા 24 કલાકમાં થયા છે. 1200થી વધુ મોત થતાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે 42,766 નવા કેસ નોંધાયા છે અને 45,254 રીકવર થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ દેશમાં અત્યાર સુધી કોરોનાના 3કરોડ 7લાખ 95હજાર 716 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જે પૈકી 2કરોડ 99લાખ 33હજારથી પણ વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. જયારે અત્યાર સુધી 4,55,033લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 4,55,033 એક્ટીવ કેસ છે.
છેલ્લા 24કલાકમાં 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 738 અને કેરળમાં 130 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.92 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.