Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદેશમાં સરકાર-મીડિયા વચ્ચે નવા નિયમો સંદર્ભે, લક્ષ્મણરેખા ખેંચાઇ ગઇ ?

દેશમાં સરકાર-મીડિયા વચ્ચે નવા નિયમો સંદર્ભે, લક્ષ્મણરેખા ખેંચાઇ ગઇ ?

આ વર્ષે દેશમાં અમલી બનેલા નવા આઇટી નિયમોના મુદ્દે કેરળ હાઇકોર્ટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (એનબીએ)નો પક્ષ લીધો છે. હાઇકોર્ટે એનબીએને વચગાળાની રાહત આપતાં ફરમાવ્યું હતું કે એનબીએ આ નિયમોનો અમલ ના કરી શકે તો પણ કેન્દ્ર સરકાર તેની વિરુદ્ધ હાલમાં કોઇ દંડકીય કે કડક કાર્યવાહી ના કરે.

ખાનગી સમાચાર ચેનલ્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશને ગુરુવારે આઇટી નિયમો, 2021ને હાઇકોર્ટમાં પડકારતાં જણાવ્યું હતું કે આ નિયમો અમલી થતાં સરકારી અધિકારીઓને કોઇ કારણ વિના ખોટી રીતે મીડિયાની બોલવાની અને અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ લાદવાની સત્તા મળી જશે. એનબીએના વકીલ મનિન્દરસિંહે એવી દલીલ પણ કરી હતી કે નવા નિયમો આઇટી અધિનિયમથી વિપરીત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular