આજે રોજ CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં શાળા કોલેજો શરુ કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 15 જુલાઇથી ધોરણ-12ના વર્ગો, પોલિટેક્નીક સંસ્થાઓ અને કોલેજો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે તેવામાં સરકાર દ્રારા વધુ છુટછાટ પણ આપવામાં આવી છે. આજે રોજ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આગમી 15જુલાઈથી ધો.12ના વિદ્યાર્થીઓ માટે 50% ક્ષમતા સાથે શાળાઓ ખુલશે. આ સાથે પોલિટેક્નીક સંસ્થાઓ અને કોલેજો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. અને જે વિદ્યાર્થીઓ શાળાએ જવા માંગતા હોય તેમના વાલીઓની પણ મંજુરી લેવામાં આવશે.