Saturday, December 28, 2024
Homeબિઝનેસવિક્રમી તેજી બાદ ભારતીય શેરબજાર પર વૈશ્વિક બજારોની પ્રતિકૂળ અસર...!!

વિક્રમી તેજી બાદ ભારતીય શેરબજાર પર વૈશ્વિક બજારોની પ્રતિકૂળ અસર…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૭.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૬૮.૯૪ સામે ૫૨૫૦૮.૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૨૨૮.૦૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૨૭.૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૨.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૩૮૬.૧૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૩૫.૪૦ સામે ૧૫૭૦૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૪૧.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૩.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૨૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક બજારોના ટ્રેન્ડને હમણાં સુધી અવગણીને રોજ બરોજ વિક્રમી તેજી બતાવનારા ભારતીય શેરબજાર હવે વિશ્વ બજારના ટ્રેન્ડને અનુસરવામાં લાગ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોમાં ઘટાડા સાથે ૧૦ વર્ષના ટ્રેઝરી યીલ્ડ ઘટીને ૧.૨૮૧૨%એ આવી જતાં તેમજ બીજી તરફ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાઉદી અરેબિયાના ઓપેક દેશો સાથે ઉત્પાદન કાપ સમજૂતીમાં આગળ નહીં વધવાની ચેતવણીએ ભારતીય શેરબજારમાં આજે ઘટાડો નોંધાયો હતો. ચોમાસાની પ્રગતિ પણ ધીમી પડતાં ફરી દેશભરમાં વરસાદની ચિંતા થવા લાગતાં ફંડોએ સાવચેતીમાં આજે ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.

- Advertisement -

કોરોના મહામારી સામે એક તરફ વેક્સિનેશન પ્રોગ્રામને વેગ આપવા થઈ રહેલા પ્રયાસો સામે કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના કારણે હવે ત્રીજી લહેરની ચિંતા અને આર્થિક મોરચે ભારતે આગામી દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવો પડે એવી શકયતાએ ફંડોએ સપ્તાહના અંતે શેરોમાં વેચવાલી કરી હતી. કેન્દ્ર સરકારના લોન ગેરંટી પેકેજની સાથે મેગા સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે આગામી દિવસોમાં લોન ડિફોલ્ટરોની સંખ્યામાં વધારો થવાની શકયતાને ધ્યાનમાં લઈ ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સ, આઇટી, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૪ અને વધનારની સંખ્યા ૧૯૧૨ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, યુએસ બોન્ડની યીલ્ડ તળિયે ઉતરવા સહિતના અન્ય અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં ઊદભવેલા ગભરાટની ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ બાઈંગ પ્રોગ્રામ અંગે કરાયેલ નિવેદન પાછળ ઊભરતા બજારોમાં વાતાવરણ ડહોળાવા સાથે ડોલર વધીને ત્રણ માસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તો બીજી તરફ યુએસ ૧૦ વર્ષ ટ્રેઝરીની યીલ્ડ ઘટીને ૧.૨૬૬%ના તળિયે ઉતરી આવી હતી છે. જે ફેબ્રુઆરી ૨૦૧૮ પછીની નીચી સપાટી છે. આ ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસમાં વધારો થતા વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ખોરવાઈ જવાની દહેશત પ્રવર્તતી જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે જોઈએ તો મોટાભાગની રેટિંગ એજન્સીઓએ ભારતના વૃદ્ધિના લક્ષાંકમાં ઘટાડો કર્યો છે.

માર્ચ ૨૦૨૧ના અંતના પૂર્ણ વર્ષનો ઘણી કંપનીઓના પરિણામો પ્રોત્સાહક નીવડયા બાદ હવે એપ્રિલ થી જૂન ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની શરૂ થઈ રહેલી સીઝનમાં પરિણામોની અપેક્ષા અને ચોમાસાની પ્રગતિ વચ્ચે બજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજી જોવાય એવી શકયતા છે. અલબત ફુગાવો, પેટ્રોલ-ડિઝલના વધતાં ભાવ, રૂપિયો નબળો પડવાના નેગેટીવ પરિબળો વચ્ચે સાવચેતીનું વલણ અત્યંત સલાહભર્યું રહેશે.

તા.૧૨.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૯.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૭૭૭ પોઈન્ટ થી ૧૫૮૦૮ પોઈન્ટ ૧૫૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૯.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૨૭૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૪૭૪ પોઈન્ટ થી ૩૫૬૦૬ પોઈન્ટ, ૩૫૭૩૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૭૩૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૧૮ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૭૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૦૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અમરરાજા બેટરી ( ૭૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૪૭ થી રૂ.૬૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટીવીએસ મોટર ( ૬૦૩ ) :- રૂ.૫૮૮ નો પ્રથમ તેમજ રૂ.૫૭૫ ના બીજા સપોર્ટથી 2/3 વ્હીલર્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૧૬ થી રૂ.૬૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૯૩ ) :- પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૦૩ થી રૂ.૬૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિન્દાલ સ્ટીલ ( ૩૯૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૦૮ થી રૂ.૪૧૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૭૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૩ થી રૂ.૧૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૩૮ ) :- રૂ.૧૪૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૨૮ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૨૮ થી રૂ.૮૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૮૩ ) :- ૬૯૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૭૦ થી રૂ.૬૫૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular