રાજકોટના જાણીતા વકીલ અને સામાજિક આગેવાન ગત રાત્રે ફેસબુક લાઈવ કરી જુના ગીતો સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક તેમને હાર્ટએટેક આવી જતા તરફડીયા મારવા લાગ્યા હતા અને મૃત્યુ નીપજ્યું હતું. લાઈવ નિહાળી રહેલા લોકોએ કમેન્ટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. તેઓના લાઈવનો વિડીયો પણ વાયરલ થયો છે.
રાજકોટના જાણીતા વકીલ અને સામાજિક આગેવાન અતુલભાઈ સંઘવીનુ 61 વર્ષની વયે મૃત્યુ થયું છે. કોરોનાની મહામારી દરમિયાન તેઓએ રાત દિવસ ઓક્સિજન સહીતની સેવા બોલબાલા ટ્રસ્ટમાં બજાવી હતી. નિત્યક્રમ મુજબ તેઓ ગત રાત્રે FBમાં જુના ગીતો સાંભળવામાં મગ્ન હતા તે દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું છે. એ દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ નિહાળી રહેલા લોકોએ પણ કમેન્ટ કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી. અતુલભાઈ સંઘવી રોજે સોશિયલ મીડિયા પર ઓનલાઈન થઇ જૂનાં ગીતો સાંભળતા હતા.