Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયબિનહિસાબી આવકો પકડવા નવો વ્યૂહ

બિનહિસાબી આવકો પકડવા નવો વ્યૂહ

- Advertisement -

આવકવેરા રિટર્નમાં ઉલ્લેખ કરેલી આવકના પ્રમાણમાં આર્થિક વ્યવહારો નહીં હોય તો આવકવેરા વિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી શકે છે. બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ અને પ્રોપર્ટી રજિસ્ટ્રાર દ્વારા તમે કરેલા આર્થિક વ્યવહારો અંગેની માહિતી આવકવેરા વિભાગને મોકલી આપવામાં અપાશે. જો આ આર્થિક વ્યવહારોની રકમ રિટર્નમાં ઉલ્લેખ કરેલી આવકના પ્રમાણમાં અપ્રમાણસર હશે તો આવકવેરા વિભાગને જવાબ આપવો પડશે.

જો તમે તમારી પાસે રહેલી રોકડ રકમ અથવા તો બેન્ક ખાતામાં જમા પડેલી રકમના આવકના સ્ત્રોત અંગે માહિતી આપી નહીં શકો તો એસેસિંગ અધિકારી તમારી પર 84 ટકા જેટલો આકરો દંડ લાદી શકે છે. આ ઉપરાંત તેના ઉપર 25 ટકા સરચાર્જ પણ લાગુ કરાશે. તે ઉપરાંત તમારે 6 ટકા પેનલ્ટી પણ ચૂકવવી પડશે.

આવી આવક પરનો આવકવેરો 60 ટકા રહેશે. તેના પર 25 ટકા સરચાર્જ ચૂકવવાનો રહેશે જે બિનહિસાબી રકમના 15 ટકા જેટલો થશે. તેના પર જ 4 ટકા સેસ ચૂકવવાનો રહેશે. જેના કારણે કુલ આવકવેરો 78 ટકા રહેશે. તે ઉપરાંત એસેસિંગ અધિકારી 6 ટકા પેનલ્ટી લગાવી શકે છે. આમ બિનહિસાબી રકમ પર કુલ 84 ટકા આવકવેરો ચૂકવવો પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular