પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ કર્યું છે. મંત્રીમંડળમાં નવા 36 નવા ચહેરા સામેલ થયા છે. 7 જૂના મંત્રીઓનું પ્રમોશન થયું છે. જ્યારે 12 મંત્રીઓના રાજીનામા અપાયા છે. જેમાં ગુજરાતના ત્રણ નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. જયારે બે ને પ્રમોશન અપાયું છે.
નવામંત્રીઓના શપથ અને કેબિનેટના વિતરણ પછી, આજે પીએમ મોદીએ પ્રથમ કેબિનેટની અધ્યક્ષતા કરશે અને ત્યારબાદ મંત્રી પરિષદની બેઠક કરશે. નવા અને જૂના કેબિનેટ મંત્રીઓની પહેલી બેઠક આજે સાંજે પાંચ વાગ્યે યોજાશે. આના બે કલાક બાદ સાંજે સાત વાગ્યે મંત્રી પરિષદની બેઠક મળશે. વડાપ્રધાન મોદી પહેલા કેબિનેટ મંત્રીઓ અને ત્યારબાદ પ્રધાનોની આખી કાઉન્સિલ સાથે સરકારની કામગીરી અંગે બેઠક કરશે.
કેન્દ્રીય મંત્રીમંડળના નવા પ્રધાનોએ આજે ચાર્જ સંભાળ્યો છે. મનસુખ માંડવીયાએ પણ દેશના સ્વાસ્થ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. કોરોનાકાળમાં આ અગાઉ ડો. હર્ષ વર્ધન આ જવાબદારી સંભાળી રહ્યા હતા. જો કે, હવે તેમને હટાવી તેમની જગ્યાએ મનસુખ માંડવીયાને જગ્યા આપવામાં આવી છે. દેશના નવા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કાર્યભાર સંભાળ્યો છે. અનુરાગ ઠાકુરે પણ માહિતી અને પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે.