જામનગર જીલ્લાના વરણાગામના લોકોએ કરેલ નવતર પ્રયોગની રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્રારા નોંધ લેવામાં આવી છે. અહીં ગ્રામજનોએ વૃક્ષારોપણનુ ઐતિહાસિક કાર્ય કર્યું છે. વરણાગામના લોકોએ જુન મહિનામાં વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષ વાવેતરનું કાર્ય શરુ કર્યું છે. અને 1000 વૃક્ષો વાવ્યા છે. તેમજ ઉનાળામાં પાણીની અછતને પહોચી વળવા ટ્રેકટર અને પાણીના ટાંકાની ખરીદી કરવામાં આવી છે. જેથી કરીને ઉનાળાના સમયમાં વૃક્ષોને પાણી આપી શકાય. જામનગરના નાના એવા ગામના લોકોએ આ કાર્ય કરી ગામને નંદનવન બનાવ્યું છે.
અહીંના લોકોની આ કામગીરીની નોંધ લઇને ગુજરાત ગવર્મેન્ટના માહિતી અને પ્રસારણ વિભાગે ગામની મુલાકાત લીધી છે. અને ગ્રામજનોની આ પહેલ ને આવકારી છે.
અહીં બાળકો અને સ્ત્રીઓથી માંડીને તમામ લોકોએ સાથે મળીને વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી જગ્યાનો સદુપયોગ કર્યો છે. અને ટેન્કરમારફતે વૃક્ષોને પાણી આપી તેનો ઉછેર કરી રહ્યા છે. જે પગલું ખરેખર આવકારદાયક છે.