પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત કેબીનેટનું વિસ્તરણ કર્યું છે. આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 43મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે મંત્રીઓને શપથ લેવડાવ્યા. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિતશાહ અને રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે. આજે ગુજરાતના 5 મંત્રીઓએ શપથ લીધા. સાથે જ કેન્દ્રીયમંત્રી મંડળમાં ગુજરાતના 7 સાંસદોને સ્થાન મળ્યું છે.
કુલ 28 મંત્રીઓએ આજે રાજ્યમંત્રી તરીકે જયારે 15 કેબીનેટ મંત્રીઓ સહીત 43મંત્રીઓનો ટીમમોદીમાં સમાવેશ થયો છે.
7 સાંસદને મોદી મંત્રીમંડળમાં સ્થાન
સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રમુંજપરાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
પરશોત્તમ રૂપાલાએ કેબીનેટમંત્રી તરીકે શપથ લીધા
મનસુખ માંડવીયાએ કેબીનેટમંત્રી તરીકે શપથ લીધા
આ સિવાય અગાઉ ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા એસ. જયશંકરને વિદેશમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.
15 મંત્રીઓએ કેબીનેટમંત્રી તરીકે શપથ લીધા
નારાયણ રાણે
પુરષોતમ રુપાલા
જી કિશન રેડ્ડી
અનુરાગ ઠાકુર
સર્વાનંદ સોનોવાલ
વીરેન્દ્ર કુમાર
જ્યોતિરાદિત્ય સિંધિયા
આરસીપી સિંહ
અશ્વિની વૈષ્ણવ
પશુપતિ કુમાર પારસ
રાજકુમાર સિંહ
હરદીપ સિંહ પુરી
મનસુખ માંડવિયા
ભુપેન્દ્ર યાદવ
કિરણ રિજ્જૂ
28 એ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
પંકજ ચૌધરી, શાંતનૂ ઠાકુર, ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈ, ડો. એલ. મુરુગન, જોન બાર્લા,નીશિથ પ્રમાણિ, ડૉ. રાજકુમાર રંજન સિંહ, ડૉ. ભારતી પ્રવીણ પવાર, બિશ્વેશર ટુડૂ, અનુપ્રિયા પટેલ, સત્યપાલ સિંહ બધેલ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદાજે, ભાનુ પ્રતાપ સિંહ વર્મા, દર્શના વિક્રમ જરદોશ, મિનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, એ. નારાયણ સામી, કૌશલ કિશોર, અજય ભટ્ટ, બી.એલ વર્મા, અજય કુમાર, દેવુ સિંહ ચૌહાણ, ભગવંત ખૂબા, કપિલ મોરેશ્વર પાટિલ, પ્રતિમા ભૌમિક, ડૉ. સુભાષ સરકાર, ભગવત કિશનરાવ કડાર