Sunday, December 7, 2025
Homeબિઝનેસત્રિમાસિક કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ...!!

ત્રિમાસિક કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૭.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૮૬૧.૧૮ સામે ૫૨૯૧૯.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૭૫૧.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૩.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૩.૫૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૦૫૪.૭૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૩૭.૪૫ સામે ૧૫૮૨૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૮૮.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૧.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૦.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૯૭.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડોએ આજે ટ્રેડીગની શરૂઆત તેજી સાથે કરી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ થતાં પૂર્વે આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધુ વધારો થવાની શકયતા અને એના પરિણામે મોંઘવારીમાં અસહ્ય વધારો થવાના અનેક નેગેટીવ પરિબળો છતાં ચોમાસાની સારી પ્રગતિ અને હેલ્થકેર ક્ષેત્રે સરકારના પ્રોત્સાહનો – પેકેજના આકર્ષણે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફરી વેલ્યુબાઈંગ કરતાં તેજી જોવા મળી હતી.

- Advertisement -

કોરોના સંક્રમણ કાળમાં દેશમાં ઘણા ઉદ્યોગોને ફટકો પડયા સાથે બેરોજગારીના સમસ્યા વધી હોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આર્થિક પ્રોત્સાહનના પગલાં જાહેર થવાના અહેવાલ વચ્ચે આજે સપ્તાહના ત્રીજા દિવસે ફંડોએ નવી લેવાલી કરતાં તેજી જોવા મળી હતી. કોરોના વેક્સિનેશન માટે વધુ મંજૂરી સાથે આગામી દિવસોમાં સંક્રમણમાં ઘટાડાની અપેક્ષાએ આજે ફંડોએ તેજી કરતાં ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, યુટિલિટીઝ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૦૫ અને વધનારની સંખ્યા ૧૭૯૩ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, GSTની આવક સળંગ આઠ મહ0ABFના સુધી એક લાખ કરોડથી વધુ રહ્યા બાદ જુન ૨૦૨૧માં GSTની આવક ઘટીને ૧ લાખ કરોડથી ઓછી થઇ છે. મે માસમાં ૧.૦૨ લાખ કરોડ નોંધાઇ હતી. જુન ૨૦૨૦ કરતાં જુન ૨૦૨૧ની GSTની આવકમાં ૨%નો વધારો નોંધાતા એ રૂ.૯૨,૮૪૯ કરોડે અટકી છે. આમાં સેન્ટ્રલ GSTની આવક રૂ.૧૬,૪૨૪ કરોડ છે, રાજયની GSTની આવક રૂ.૨૦,૩૯૭ કરોડ છે, જયારે સંકલિત GSTની આવક રૂ.૪૯,૦૭૯ કરોડ છે. સેસની આવક રૂ.૬૯૪૯ કરોડ છે.

જુન ૨૦૨૧ નું GST કલેકશન, મે, ૨૦૨૧ દરમિયાન થયેલા વેપાર વિનિમય પર આધારિત છે. મે, ૨૦૨૧ દરમિયાન દેશના મોટા ભાગના સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કોરોના પ્રેરિત સંપૂર્ણ કે આંશિક, લોકડાઉનની સ્થિતિમા હતા. આગામી દિવસોમાં એક તરફ ચોમાસાની પ્રગતિ પર નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ, અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્ય પર નજરની સાથે કોર્પોરેટ પરિણામોની શરૂ થનારી સીઝનમાં આવતી કાલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે.

તા.૦૮.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૭.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૯૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૭૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૯૩૩ પોઈન્ટ થી ૧૫૯૭૦ પોઈન્ટ ૧૬૦૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૭.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૮૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૩૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૦૦૯ પોઈન્ટ થી ૩૬૧૦૮ પોઈન્ટ, ૩૬૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૦૨ ) :- કમર્શિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૧૮ થી રૂ.૧૨૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૯૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૯૭૦ ) :- રૂ.૯૫૫ નો પ્રથમ તેમજ રૂ.૯૩૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૪ થી રૂ.૯૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમરરાજા બેટરી ( ૭૩૭ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૯૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૫૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૧૪૯ ) :- રૂ.૧૧૬૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૭૪ ) :- કોમોડિટી કેમિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૬૦ થી રૂ.૭૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સન ફાર્મા ( ૬૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૯૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૬૭ થી રૂ.૬૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૯૬ ) :- ૬૧૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૩ થી રૂ.૫૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular