Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરપ.પૂ.શ્રી જ્યોતિમાલાશ્રીજી સાધ્વીજીની પાલખી યાત્રા

પ.પૂ.શ્રી જ્યોતિમાલાશ્રીજી સાધ્વીજીની પાલખી યાત્રા

- Advertisement -

છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરમાં ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતે સોમવારે પ.પૂ.પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા બાદ બુધવારે પોપટ ધારસી બોર્ડીંગ ઉપાશ્રય ખાતે નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં પ.પૂ. જ્યોતિમાલાશ્રીજી સાધ્વીજી કાળધર્મ પામ્યા હતાં. આજરોજ તેમની પાલખી યાત્રાયોજાઈ હતી.જેમાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અંતિમ દર્શન કરી વિદાય આપી હતી.

જામનગર શહેરમાં પોપટ ધારસી બોર્ડીંગ ઉપાશ્રય ખાતે બિરાજમાન વાગડ સંપ્રદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભ સુરી મ.સા. ના આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવંત ચંદ્રલતાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા સાધ્વીજી ભગવંત પ. પૂ. શ્રી જ્યોતિમાલાશ્રીજી (ઉ.વ.75) નવકાર મહામંત્રનું સ્મરણ કરતા આજે સવારે 5:30 વાગ્યે કાળધર્મ પામ્યા હતા.. ઉછામણી યોજાયા બાદ. તેમની પાલખી યાત્રા બોર્ડિંગ ઉપાશ્રય થી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. સાધ્વીજી કાળધર્મ પામ્યાની જાણ થતા જૈન શ્રાવક-શ્રાવિકાઓ સાધ્વીજીના અંતિમ દર્શન માટે ઉમટયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular