કોરોના વાયરસનું ડેલ્ટા વેરિયન્ટ વેક્સિનથી બનેલી એન્ટીબોડી પર હાવી થઈ રહ્યું છે. ભારતીય મેડિકલ રિસર્ચ કાઉન્સિલે શોધ્યું છે કે કોવિશીલ્ડ વેક્સિન લેનારા ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થઈ રહેલા લોકોમાંથી કેટલાકની એન્ટીબોડી નબળી પડી રહી છે. આવામાં એક્સપર્ટ વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાની ભલામણ કરી રહ્યા છે.
ICMRએ શોધ્યું કે D614G મ્યુટેશનવાળું જૂના સાર્સ-કોવ-2 વર્ઝનની સરખામણીએ કોવિશીલ્ડના પહેલા ડોઝથી બનેલી એન્ટીબોડીને 4.5 ઘણી, જ્યારે બીજા ડોઝ બાદ બનેલી એન્ટીબોડીને 3.2 ઘણી ઓછી કરી દે છે.
દેશમાં ગત વર્ષે કોવિડ-19 મહામારીના શરૂઆતના સમયગાળામાં D614G મ્યુટેશન જોવા મળ્યું હતું. ICMRમાં મહામારી અને સંક્રામક બીમારી વિભાગના પ્રમુખ ડો. સમીરન પાંડાએ કહ્યું કે, આ પ્રકારની જાણકારીથી રસીકરણ અભિયાનની રણનીતિ નક્કી કરવામાં મદદ મળશે. કોવિડ-19ની વિરુદ્ધ સંભવત ત્રીજી ડોઝ લગાવવાની જરૂરિયાત પણ સામે આવી શકે છે. ICMRએ ડેલ્ટા વેરિયન્ટના અસરની તપાસ કરવા માટે કોવિશીલ્ડનો એક અથવા બંને ડોઝ લઈ ચુકેલા લોકોના સીરમનું સેમ્પલ ભેગું કર્યું. જેઓ કોરોનાથી સંક્રમિત થઈને ઠીક થયા બાદ કોવિશીલ્ડના એક અથવા બે ડોઝ લઈ ચુક્યા હતા, તેમનું પણ સીરમ સેમ્પલ લેવામાં આવ્યું.