Friday, October 18, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં હવે કોલેરાના કેસો વધ્યા, આ બે વિસ્તારો ભયગ્રસ્ત જાહેર

ગુજરાતમાં હવે કોલેરાના કેસો વધ્યા, આ બે વિસ્તારો ભયગ્રસ્ત જાહેર

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના કેસોએ રાહત અપાવી છે ત્યારે અમુક જીલ્લાઓમાં કોલેરાના દર્દીઓ વધી રહ્યા છે. અગાઉ 1જુલાઈના રોજ 1મહીના માટે નડિયાદ તથા તેની આજુબાજુનો 10કિમીનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે રોજ ગાંધીનગરનું કલોલ કોરોના નોટિફાઈડ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલા જે. પી.ની લાટીના છાપરામાં દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે. 100 જેટલાં પરિવારના લોકો  ઝાડા-ઊલટી સહિતની બીમારીઓમાં સંપડાઈ ગયા છે. છેલ્લા 15 દિવસથી અહીં દૂષિત પાણી આવે છે. પરિણામે કોલેરાના કેસો વકર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલના રોજ જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. થોડા દિવસ અગાઉ પણ એક બાળકીએ કોલેરાના પરિણામે જીવ ગુમાવ્યો હતો. રોગચાળાની સ્થિતિને પગલે પાલિકાની આરોગ્યની  ટીમો દોડતી થઇ છે. અને આજે રોજ કલોલ વિસ્તારને પણ કોરોના નોટિફાઈડ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

કલોલ સિવાય નડિયાદ શહેરના સાંઇબાબા નગર, કનીપુરા અને જવાહરનગર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસ મળી આવ્યા હતા. જેને લઇને કોલેરાનો ટેસ્ટ કરાવવામાં આવતા તેના રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવતા  નડિયાદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ નડિયાદ શહેરની દસ કિ.મિ.ના વિસ્તારને પણ કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો હતો. પરંતુ ઝાડા-ઉલ્ટીના કેસ મળી આવી રહ્યા હોવાને કારણે તકેદારીના ભાગરૂપે તેઓના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular