Friday, October 18, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં હવે રશિયાની સ્પુતનિક-વી વેક્સીન પણ ફ્રી માં મળશે

ભારતમાં હવે રશિયાની સ્પુતનિક-વી વેક્સીન પણ ફ્રી માં મળશે

- Advertisement -

દેશમાં કોવીડની મહામારી સામે લડવા માટે રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવીશીલ્ડ અને કોવેક્સિન ફ્રી માં આપવામાં આવી રહી છે. ત્યારે રશિયાની સ્પૂતનીક વી વેક્સીન ખાનગી હોસ્પિટલોમાં પૈસા ચૂકવીને આપવામાં આવી રહી છે. પરંતુ સરકાર ટૂંક સમયમાં સ્પુતનિક-વી વેક્સીનને પણ વેક્સીનના મહાઅભિયાનમાં શામેલ કરશે. એટલે કે લોકોને ફ્રીમાં વેક્સીન આપવામાં આવશે.

- Advertisement -

દેશભરમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે સરકાર દ્વારા હવે રશિયાની સ્પુતનિક વેક્સીન પણ લોકોને મફત આપવામાં આવશે. નેશનલ ટેકનિકલ એડવાઈઝર ગ્રૂપના અધ્યક્ષ ડો.એન. કે અરોડાએ નિવેદન આપતા જણાવ્યું છે કે દેશમાં હાલમાં સ્પુતનિક રસી માત્ર પ્રાઈવેટ સેક્ટરમાં ઉપલબ્ધ છે. સપ્લાયના આધારે અમે બહુ જલ્દી તેને સરકારના રસીકરણ અભિયાનમાં સામેલ કરીશું.

આ રસીને જોકે માઈનસ 18 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવી પડતી હોય છે. તેના માટે પોલિયોની રસીને રાખવા માટેની કોલ્ડ ચેન સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવશે. જેથી દેશના ગ્રામ્ય વિસ્તારોમાં આ રસી પહોંચાડી શકાય. હાલમાં કેટલાક વિસ્તારોમાં પોલિયો અભિયાન ચાલી રહ્યુ હોવાથી કોરોનાની રસી આપવાના અભિયાનમાં થોડી ઢીલ દેખાઈ રહી છે. આવનારા સપ્તાહમાં રસીકરણ કાર્યક્રમને ફરી વ્યવસ્થિત કરવામાં આવશે.

- Advertisement -

હાલના સમયમાં સ્પુતનિક રસીનો સપ્લાય ઓછો છે અને તે ફક્ત પ્રાઈવેટ સેન્ટર્સ ઉપર જ ઉપલબ્ધ છે.  ડોક્ટર અરોરાએ જણાવ્યું કે સરકાર તેની સપ્લાય વધારવાની દિશામાં કામ કરી રહી છે. જલદી સ્પુતનિક ફ્રી વેક્સીનેશન પ્રોગ્રામનો ભાગ બનશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular