કેન્દ્રની મોદી સરકારે સામાન્ય વીમા કંપનીઓના ખાનગીકરણ માટે સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) કાયદામાં સુધારા કરી રહી છે અને સંસદના મોનસૂન સત્રમાં તેને રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની સૌથી મોટી કંપની એલઆઈસીની તેની હિસ્સેદારી પણ વેચી શકે છે. 19 જુલાઈથી શરૂ થનાર સંસદના ચોમાસુ સત્રમાં સુધારા અર્થે સરકાર સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ)કાયદો રજૂ કરી શકે છે. સરકાર સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) કાયદો 1972 માં બન્યો હતો. આ કાયદા હેઠળ સામાન્ય વીમા કંપનીઓ તથા હાલની વીમા કંપનીઓના શેર્સનું અધિગ્રહણ-સ્થાનાંતરણ થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે 2021-22 ના સામાન્ય બજેટમાં જાહેર ક્ષેત્રની બે બેન્કો તથા એક વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી. 2021-22 ના નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓના ખાનગીકરણ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનુ લક્ષ્ય નક્કી કર્યું છે.