Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરઆરોગ્ય કેન્દ્રના એમપીએચડબલ્યુ કર્મચારીઓને છુટા કરાતાં આવેદનપત્ર

આરોગ્ય કેન્દ્રના એમપીએચડબલ્યુ કર્મચારીઓને છુટા કરાતાં આવેદનપત્ર

આ અંગે યોગ્ય કાર્યવહી નહીં થાય તો જિલ્લા પંચાયતના પૂર્વઉપપ્રમુખ દ્વારા આંદોલનની ચિમકી

- Advertisement -

જામનગરમાં અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી જીવના જોખમે ફરજ બજાવતાં એમપીએચડબલ્યુના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતાં રોષ ફેલાયો છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વસરામભાઇ રાઠોડ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. આ અંગે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વઉપપ્રમુખ વસરામભાઇ રાઠોડએ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં એમપીએચડબલ્યુ કર્મચારીઓને જુદા જુદા બહાના હેઠળ નોકરીમાંથી છુટા કરાયા છે. તો બીજીબાજુ નવા કર્મચારીઓને આઉટસોર્સથી રાખવામાં આવ્યા છે. આથી કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં રાજકીય લાગવગશાહી અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પણ કર્યો છે. આ કાર્યવાહીથી કર્મચારીઓમાં પણ રોષની લાગણી ફેલાઇ છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. જો બે દિવસની અંદર આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કર્મચારીઓ સાથે ધરણાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular