ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસેની એક હોટલ પાસેથી પસાર થઈ રહેલા ભાણવડ તાલુકાના ચોખંડા ગામના રહીશ એવા નિવૃત્ત આર્મીમેન અને હાલ ડ્રાઈવિંગ કામ કરતા સોમાતભાઈ સવાભાઈ છૈયા નામના 38 વર્ષના યુવાનને રાહુલ રાણશી ગઢવી, ભોલા ગઢવી તથા અન્ય એક અજાણ્યા શખ્સ દ્વારા તેમની ટ્રાવેલ્સની બસમાં જતા અટકાવીને કોઈ કારણોસર બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારીને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી સોમાતભાઈને માર મારી, નાસી છૂટેલા ત્રણેય શખ્સો સામે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.