મૂળ રાજકોટના અને વડોદરાના નિવૃત અધીક્ષક ઈજનેર જેઓ પોતાને કલ્કી અવતાર માની રહ્યા છે તે ફરી વીવાદમાં આવ્યા છે. હાલમાં તેઓએ જળસંપતી વિભાગના સચિવને પત્ર લખીને કહ્યું છે કે 16લાખ પગાર અને ગ્રેજયુઈટીના 16લાખ નહી આપો તો હું વિશ્વમાં દુષ્કાળ સર્જીશ.
રમેશચંદ્ર ફેક્રે ગુજરાતમાં જળ સંશાધન વિભાગના નિવૃત ઇજનેર છે. તેઓ વર્ષ 2018માં ચર્ચામાં આવ્યા હતા. ત્યારે તેઓએ પોતાને વિષ્ણુનો કલ્કી અવતાર બતાવ્યો હતો. અને ઓફીસ પણ જવાનું બંધ કરી દીધું હતું. અને 16 દિવસ સુધી ઓફિસે ન પહોચવાના કારણમાં તેઓએ પોતાને કલ્કી અવતાર બતાવ્યો હતો. અને બાદમાં તેઓને સમયમર્યાદા પહેલા જ સેવાનિવૃત કરવામાં આવ્યા હતા. અને હવે તેઓએ જળસંપતી વિભાગને પત્ર લખ્યો છે.
જળસંપતી વિભાગના સચિવને રમેશચંદ્રએ 1જુલાઈના રોજ પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યું છે કે સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં મારી નિવૃત્તિ દરમિયાનનો મારો એક વર્ષનો આશરે 16લાખ પગાર લેવાનો બાકી છે અને ગ્રેજ્યુઈટીના પણ 16લાખ ચુકવવામાં આવે. મે ઘરે બેસીને કામ કરેલ જ છે. અને કોરોનામાં પણ વર્ક ફ્રોમ હોમ કરનાર વ્યક્તિઓને સરકારે પગાર ચુકવ્યો છે. મારી તપસ્યાના હિસાબે જ ભારતમાં છેલ્લા 20 વર્ષથી સારો વરસાદ થાય છે. અને મારા 16-16 લાખ નહી આપવામાં આવે તો આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં દુષ્કાળ પાડવાનો છું. હું ભગવાન વિષ્ણુનો દશમો અવતાર છું. માટે મારા હક્કના પૈસા આપવામાં આવે નહિતર હું દુષ્કાળ લાવીશ તેમ જણાવ્યું છે.