Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ફરી વધ્યા, જાણો એક ડબ્બાનો ભાવ

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ફરી વધ્યા, જાણો એક ડબ્બાનો ભાવ

- Advertisement -

ખાદ્યતેલના ભાવોમાં ફરી એક વખત વધારો થયો છે. પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. સતત બે દિવસથી ખાદ્યતેલના ભાવ વધી રહ્યા છે. સિંગતેલમાં રૂ.30નો જયારે કપાસિયા તેલમાં રૂ.40નો વધારો થયો છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થતાં લોકોએ મોંઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસો અગાઉ જ દૂધના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.

- Advertisement -

લાંબો સમય તેલના ભાવ સ્થિર રહ્યા હતા. પરંતુ ફરી એકવાર તેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થતા તેલના ડબામાં 2300 રૂપિયાનો વધારો થયો છે. તો સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થતા ડબાનો ભાવ 2430 રૂપિયા થયો છે. મે મહિનાના અંતમાં સિંગતેલના ડબ્બામાં રૂ.50 અને કપાસિયા તેલના ભાવમાં રૂ.30નો ઘટાડો થયો હતો. ત્યાર બાદ ફરી એક વખત ભાવવધારો થયો છે. અને તહેવારો પણ નજીક આવી રહ્યા હોવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular