Friday, October 18, 2024
Homeરાજ્યદ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓનો ધસારો: નિયમોની અમલવારી કરવા સામે તંત્ર...

દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓનો ધસારો: નિયમોની અમલવારી કરવા સામે તંત્ર મુક પ્રેક્ષક

દરિયામાં નહાવાની મનાઈ હોવા છતાં મોટી સંખ્યામાં સ્નાન કરતા પ્રવાસીઓ : દરિયામાં કરંટથી અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં હાલ કોરોનાનું સંક્રમણ ઓછુ થઈ રહ્યું છે. જેના ફળસ્વરૂપે સર્વત્ર લોકો ફરવા- ફરવા નીકળી પડ્યા છે. આ ઉચે વિશ્વવિખ્યાત દ્વારકાનું જગતમંદિર પણ ખુલ્લું મુકાતા દર્શનની સાથે યાત્રાળુઓ- પ્રવાસીઓ નજીક આવેલા શિવરાજપુર બીચની મુલાકાત અવશ્ય જાય છે.

દ્વારકા વિસ્તારમાં આવેલો શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચ તરીકે સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યો છે. બ્લુ ફેગ બીચના નિયમ અને સિજન મુજબ 1 જૂનથી 31 ઓગષ્ટ સુધી બીચમાં નહાવાની સખ્ત મનાઈ છે. કારણ કે હાલ ચોમાસાની ઋતુમાં દરીયામાં ખુબ વધુ કરંટ હોય છે. જેના કારણે બ્લ્યુ ફ્લેગ બીચના નિયમો મુજબ અહીંના  દરીયામાં નહાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેની જાણકારી માટે એન્ટ્રી ગેટ ઉપર નોટીસ બોર્ડ પણ લગાવાયો છે. પરંતુ અહીં મોજ કરવા આવતા લોકો આ બાબતને નજર અંદાજ કરે છે અને આ સ્થળે નહાવાની મોજ માણે છે.

- Advertisement -

નિયમ તથા હુકમની ગાઇડલાઈનની અવગણના કરી જીવના જોખમે અહીં ન્હાવા પડે છે. ગઈકાલે રવિવારે દ્વારકાના દરીયામાં 26 વર્ષિય એક યુવક 26 ન્હાવા પડ્યો હતો, જે દરીયા અંદર ગરક થઈ ગયો છે. દ્વારકાના ફાયર વિભાગના જવાનો, પોલીસ તંત્ર તથા અન્ય તરવૈયા લોકો દ્વારા શોધખોળ ચાલી રહી છે. પરંતુ મોડે સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

આ જ રીતે શિવરાજપુર બીચ ખાતે પણ અગાઉની જેમ ગઈકાલે રવિવારે પણ ખુબ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. હવે તંત્રએ આ મુદ્દે આકરા પગલા લેવા અનિવાર્ય જણાય છે. જો તંત્ર દ્વારા આ અંગે જો નક્કર પગલા લેવા મને હવે તો નહી તો જાનહાનિ થવાની પુરી સંભાવના હોવાનું પણ કહેવાય છે.

જેમ કોરોના કાળમાં માસ્કના નિયમો સાથે દંડની રકમ જેવી જોગવાઈઓ છે અને તંત્ર કડક કામગીરી કરે છે તે જ રીતે શિવરાજપુર બીચ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અઘટિત બનાવ ન બને તે માટે તંત્ર અને સિક્યુરિટી દ્વારા મુક પેક્ષકની બની રહેવાના બદલે દંડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવી એ ઈચ્છનીય ગણવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular