જામનગરમાં રઝડતાં ઢોરનો આતંક કેવો છે તે દર્શાવતી આ તસ્વીરો હાપા નજીકના રહેણાંક વિસ્તારની છે બે-ત્રણ દિવસ પહેલાં કેટલાંક લોકો રાત્રે પોતાના ઘર બહાર બેઠાં હતાં ત્યારે અચાનક ધસી આવેલાં ઢોરે એક રહેવાસીને અડફેટે લીધો હતો. જયારે અન્ય ચાર જેટલાં વ્યકિતઓ બાલ બાલ બચી ગયા હતાં. સદભાગ્યે કોઇને ગંભીર ઇજા પહોંચી ન હતી. અન્યથા ઢોરની સ્પીડ એટલી હતી કે, કોઇને પણ યમધામ પહોંચાડી શકે. ઢોરના ત્રાસના આ ભયાવહ દશ્ય જોઇને આપ પણ કહેશો કે, ઓહ માય ગોડ… બાલ બાલ બચ્યાં…