તારીખ 03 જુલાઈ 2021 ના રોજ, 12 મા ટૂંકી સેવા આયોગ (કાર્યપાલન / ઇન્ફોર્મેશન ટેકનોલોજી) અભ્યાસના 19 અધિકારીઓ આઈએનએસ વાલસુરાના પરિસરમાંથી સફળતાપૂર્વક પાસ થયા હતા. આઈ.એન.એસ. વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર, વી.એસ.એમ. કમોડોર ગૌતમ મારવાહાએ અધિકારીઓ માટે 19 અઠવાડિયા સુધી ચાલેલા વ્યાવસાયિક તાલીમ પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પાસિંગ આઉટ પરેડ દરમિયાન મુખ્ય અતિથિએ શૈક્ષણિક, રમતગમત અને વધારાના અભ્યાસક્રમની પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી અધિકારીઓને બુક એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. સબ લેફ્ટનન્ટ રોહિત યાદવ (10227-ટી) ને મેરિટના ક્રમમાં પ્રથમ જાહેર કરવામાં આવ્યો જ્યારે સબ લેફ્ટનન્ટ અંશુલ સાહુ (10221-બી) મેરીટના ક્રમમાં બીજા સ્થાને રહ્યા અને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર અધિકારી તરીકે પણ જાહેર કરાયા હતા. કમોડોરે પરેડને પણ સંબોધન કર્યું હતું જેમાં તેમણે પ્રોસીડિંગ કોર્સના અધિકારીઓ અને એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને ઉચ્ચ વ્યવસાયિક ધોરણો માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાની વિનંતી કરી હતી.
પાસિંગ આઉટ સમારોહ માટે વિદાય સંબોધન વિડીયો કોન્ફરન્સના માધ્યમ થી રીઅર એડમિરલ ટીવીએન પ્રસન્ના, વીએસએમ, ચીફ સ્ટાફ ઓફિસર (ટ્રેનિંગ), હેડક્વાર્ટર દ્વારા આપવામાં આવ્યું હતું. તેમના સંબોધન દરમિયાન, એડમિરલે અધિકારીઓને સલાહ આપી હતી કે મુખ્ય સૈનિકો તરીકેની ફરજો બજાવતી વખતે તેઓ તેમના આચાર વર્તણૂકમાં “ચેટવૂડ સૂત્ર” માં સમાયેલ નૈતિક મૂલ્યોને ઉત્તેજિત કરવા. અને ભારતીય નૌકાદળમાં માહિતી ટેકનોલોજીના પરિવર્તન સાથે ગતિ જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. એડમિરલે આઈ.એન.એસ. વાલસુરાના સ્ટાફને અભિનંદન પણ આપ્યા હતા