રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલએ આજરોજ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક માટે જામનગરની મૂલાકાત લીધી હતી. જામનગરની મૂલાકાતે આવેલા મહેસૂલ મંત્રી સર્કીટહાઉસ ખાતે શહેર ભાજપા સંગઠન દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, ડે.મેયર તપન પરમાર, સ્ટે.ચેરમેન મનીષભાઇ કટારિયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યા સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.