Wednesday, December 25, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ ૧૫૬૦૬ થી ૧૫૯૦૯ પોઈન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૫૬૦૬ થી ૧૫૯૦૯ પોઈન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોના મહામારીની પ્રતિકૂળતાઓ વચ્ચે પણ ભારતીય શેરબજારે ગત સપ્તાહે ઐતિહાસિક સપાટીની રચના કરી હતી. વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસના લક્ષ્યાંકમાં ઘટાડો કરાયો છતાં અનલોકની પ્રક્રિયા તેમજ વેક્સિનેશન મુદ્દે સરકાર દ્વારા વર્ષાન્ત સુધીમાં તમામને રસીના આશાવાદ વચ્ચે ભારતીય શેરબજારે ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો. દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કોરોના અસરગ્રસ્ત આઠ ક્ષેત્રો માટે અંદાજીત રૂ.૧.૧ લાખ કરોડની લોન ગેરંટી સ્કિમ સહિતના અનેક પ્રોત્સાહનો જાહેર કર્યા છતાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા અને કેસો વધતાં ફરી લોકડાઉનના અંકુશો લાગુ કરવાની શરૂઆત વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોના મહામારી સામે એક તરફ વેક્સિનેશન પ્રોગ્રામને વેગ આપવા થઈ રહેલા પ્રયાસો સામે કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના કારણે હવે ત્રીજી લહેરની ચિંતા અને આર્થિક મોરચે ભારતે આગામી દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવો પડે એવી શકયતાએ ગત સપ્તાહે ફંડોએ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ આર્થિક વિકાસ પણ મંદ પડી રહ્યાની સ્થિતિએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

દેશમાં છેલ્લા કેટલાક સપ્તાહોથી ડીઝલ અને પેટ્રોલના રીટેલ ભાવમાં એક તરફી વધારો થતા અનેક કોમોડિટીઝની એટલે કે ફૂડ આઇટમ્સ સહિત કન્ઝયુમર વપરાશી અને આવશ્યક ચીજવસ્તુઓની કિંમતમાં મોટાપાયે વધારો થયો છે. ઈંધણમાં થયેલા વધારાના કારણે ફૂડ ઇન્ફલેશન જે એપ્રિલમાં ૧.૯૬% હતું તે મે માસમાં વધીને ૫% પર પહોંચી ગયું છે. એક તરફ આર્થિક વૃધ્ધિ ખોટકાયેલી છે. તો બીજી તરફ ફૂગાવાનો ભોરિંગ માથુ ઊંચકી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પણ ક્રૂડમાં તેજીની ચાલ આગળ વધી રહી છે. વૈશ્વિક સ્તરે માંગમાં વધારો થતા ક્રુડ બેરલ દીઠ ૭૩ ડોલરની સપાટી કુદાવી દીધી હતી. જે છેલ્લા ૨૭ માસની ઊંચી સપાટી છે.

- Advertisement -

વૈશ્વિક સ્તરે કોવિડનો પ્રકોપ ઘટવા સાથે અનલોક પ્રક્રિયા દરમિયાન આર્થિક ગતિવિધીઓ વધતા અમેરિકા, યુરોપ તેમજ એશિયાઈ દેશોની ક્રૂડની માંગમાં વધારો થયો છે. રિઝર્વ બેંક દ્વારા રીટેલ ફૂગાવા માટે ૬% નું લક્ષ્ય રખાયું હતું. પરંતુ, ફૂગાવો આ સપાટી કુદાવી ગયો છે. કોરોના કાળમાં સરકાર દ્વારા કોર્પોરેટ ક્ષેત્રને વેરામાં રાહતો અપાઈ છે. વિવિધ ઊદ્યોગો માટે પેકેજ જાહેર કરાયા છે. વેરામાં રાહતના પગલે કોર્પોરેટ ક્ષેત્રની કમાણી, છેલ્લા ચાર વર્ષની ટોચ પર પહોંચી છે. હાલ કંપનીઓ નવું રોકાણ કરતા નથી. જેના કારણે માર્કેટની સાઇકલ પણ અટકી ગઈ છે. લિકિવડિટી ફરતી ઓછી થઈ છે. મોંઘવારી સતત વધી રહી છે. ફૂગાવો કાબુ બહાર ગયો છે. આમ, આ બધા મુદ્દા અર્થતંત્ર માટે જોખમી પુરવાર થશે.

બજારની ભાવી દિશા…. મિત્રો, જુન માસમાં ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ છેલ્લા અગિયાર મહિનાની નીચી સપાટીએ રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે વિવિધ રાજ્યો દ્વારા હાથ ધરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે ઉદ્યોગોએ ઉત્પાદનમાં ઘટાડો કરવા ઉપરાંત કર્મચારીઓની સંખ્યા પર કાપ મૂકવાની ફરજ પડી હોવાનું હાથ ધરાયેલા એક સર્વેમાં જણાવાયું હતું. નિક્કી મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે મે માસમાં ૫૦.૮૦ હતો તે જુનમાં ઘટીને ૪૮.૧૦ રહ્યો છે. નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના થઈ રહેલા ફેલાવાથી ભારતના નીતિવિષયકોની ચિંતામાં વધારો થયો છે. 

કોરોનાની મહામારીથી અસર પામેલા ક્ષેત્રને રાહત પૂરી પાડવા નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરાયેલા વિવિધ પ્રોત્સાહનો દેશના આર્થિક વિકાસ દરને ગતિ આપવા માટે પૂરતી નહીં હોવાનો વિશ્લેષકો માની રહ્યા છે. કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે. ફુગાવા-મોંઘવારીના વધતાં જોખમી પરિબળ સામે ચોમાસાની પ્રગતિ એકંદર સારી રહી હોવા છતાં ફંડોએ ગત સપ્તાહમાં સાવચેતીમાં વિક્રમી ઊંચા મથાળે તેજીનો વેપાર હળવો કર્યો છે. તેજીના લાંબા સમયથી જોવાઈ રહેલા અતિરેકના અંતની શરૂઆત થઈ ગયા સાથે નવા પેકેજની સફળતા આગામી દિવસોમાં ધિરાણ ઉપાડ કેવો રહે છે તેના પર રહેશે. 

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૫૭૪૭ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૮૮ પોઇન્ટના પ્રથમ અને ૧૫૯૦૯ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૭૦૭ પોઇન્ટથી ૧૫૬૩૬ પોઇન્ટ,૧૫૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૮૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૯૭૧ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૫૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૪૪૭૪ પોઇન્ટથી ૩૪૦૦૮ પોઇન્ટ, ૩૩૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૪૭૪  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) વીએ ટેક વેબેગ ( ૩૫૪ ) :- યુટીલીટી:નોન-ઇલેક્ટ્રિક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૨૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૯૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) મંગલમ સિમેન્ટ ( ૩૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૬૭ થી રૂ.૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૩૧૫ ) :- રૂ.૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૨૮૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૬૩ ) :- ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૨ થી રૂ.૨૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) મધરસન સુમી ( ૨૪૬ ) :- રૂ.૨૩૦ નો પ્રથમ તેમજ રૂ.૨૧૭ ના સ્ટોગ સપોર્ટથી ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૬ થી રૂ.૨૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) જેકે પેપર ( ૨૧૭ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૦૨ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ડેલ્ટા કોર્પ ( ૧૮૬ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૭૧ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૯૭ થી રૂ.૨૦૮ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જય કોર્પ ( ૧૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦ આસપાસ રોકાણકારે રૂ.૧૬૬ થી રૂ.૧૭૫ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) કોટક બેન્ક ( ૧૭૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ટેક મહિન્દ્ર ( ૧૦૬૪ ) :- આ સ્ટોક રૂ.૧૦૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૬ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૮૮ થી રૂ.૧૧૦૩ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારત પેટ્રોલિયમ ( ૪૬૫ ) :- ૧૮૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૪૪૦ નો પ્રથમ તેમજ રૂ.૪૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રિફાઈનરીઓ / પેટ્રો-પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૪૭૭ થી રૂ.૪૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) બાટા ઇન્ડિયા ( ૧૫૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) મુથૂત ફાઈનાન્સ ( ૧૪૯૦ ) :- રૂ.૧૫૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) એચસીએલ ટેકનોલોજી ( ૯૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૬૦ થી રૂ.૯૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઈક્વિટાસ હોલ્ડિંગ ( ૯૩ ) :- હોલ્ડિંગ કંપની સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) બોમ્બે ડાઈંગ  ( ૮૬ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્ષટાઈલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૫ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) સ્પેન્સર રીટેલ ( ૭૭ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૮ થી રૂ.૯૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) સ્નોમેન લોજીસ્ટીક ( ૫૨ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૭ થી રૂ.૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૬૬ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular