Saturday, October 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયVIDEO : સમુદ્રની વચ્ચે વિકરાળ આગ ફાટી નીકળી, કારણ ચોંકાવનારૂ

VIDEO : સમુદ્રની વચ્ચે વિકરાળ આગ ફાટી નીકળી, કારણ ચોંકાવનારૂ

- Advertisement -

મેક્સિકોના યુકાટન પ્રાયદ્વીપના પશ્ચિમમાં સમુદ્ર વચ્ચે એકાએક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણકારી મળતા જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પાણી નીચે પાઈપલાઇનથી ગેસ લીક થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

મેક્સિકોની સરકારી તેલ કંપની પેમેક્સે કહ્યું, સમુદ્રમાં આગ લાગી હતી જેને કાબુમાં લઇ લેવામાં આવી છે. કંપનીએ આગ લાગવાનું કારણ પાણી નીચે પાઈપલાઈનમાં ગેસ લીકેજ થયો હોવાનું જણાવ્યું હતું.

આગ પાણીની અંદરની પાઇપલાઇનમાં શરૂ થઈ હતી જે પેમેક્સના કુ માલૂબ ઝાપ ઓઈલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલ છે. કુ માલુબ ઝાપ મેક્સિકોના અખાતની દક્ષિણ કિનારે આવેલું છે. કંપનીનું કહેવું છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને ગેસ લીક ​​થવાના કારણે પ્રોજેક્ટના પ્રોડક્શનને પણ કોઈ અસર થઇ નથી. પેમેક્સે જણાવ્યું કે આગને કાબુમાં લેવા 5 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. મેક્સે કહ્યું છે કે કંપની આગના કારણોની તપાસ કરશે. પેમેક્સ પાસે તેની સુવિધાઓ પર મોટા ઔદ્યોગિક અકસ્માતોનો લાંબો રેકોર્ડ છે. આગને પગલે 12 ઇંચ ડાયામીટર વાળી પાઇપલાઇનના વાલ્વ બંધ કરાયા હોવાનું જણાવ્યું છે. અંતે કંપનીના કર્મચારીઓએ નાઇટ્રોજનની મદદથી આગને કાબૂમાં લીધી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular