ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આજે પોતાના રાજીનામાંનો પત્ર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મોકલ્યો છે. રાજ્યપાલ સાથે તેઓ મુલાકાત કર્યા બાદ સત્તાવાર રીતે રાજીનામું આપશે.તેઓએ રાજીનામાંમાં સંવૈધાનિક સંકટનું કારણ આપ્યું છે.
તીરથસિંહ રાવતે ભાજપ અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કલમ 164-એ મુજબ, મુખ્ય પ્રધાન બન્યા પછી છ મહિનામાં તેઓએ વિધાનસભામાં સભ્ય બનવાનું હતું. પરંતુ આર્ટિકલ 151 મુજબ જો વિધાનસભાની ચૂંટણી માટે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે, તો ત્યાં પેટા-ચૂંટણીઓ યોજી શકાશે નહીં. ઉત્તરાખંડમાં સંવૈધાનિક સંકટ ઉભું ન થાય તે માટે હું રાજીનામું આપું છું. ઉત્તરાખંડમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.થોડા સમય પહેલા જ તીરથસિંહ રાવત દિલ્હી આવ્યા હતા. અને તેઓએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે રાજીનામાની ઔપચારીકતાઓ પૂર્ણ કરવા માટે ઉત્તરાખંડના રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે.રાજ્યપાલના ઘરે પહોચ્યા બાદ તેઓ સત્તાવાર રીતે રાજીનામું આપશે.