Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરએક્ટોર્સન મેટરમાં અરજદારના અરેસ્ટ પર ગુજરાતની વડી અદાલતનો સ્ટે

એક્ટોર્સન મેટરમાં અરજદારના અરેસ્ટ પર ગુજરાતની વડી અદાલતનો સ્ટે

- Advertisement -

ફરિયાદી પરેશ આત્મારામ લખિયર (ભાનુશાળી)ના રહેણાંક મકાનનું બાંધકામ ચાલુ હોય તેનું વિડીયો શુટિંગ કરી ફરિયાદીને તથા તેના ભત્રીજાને આ બાંધકામ આગળ કરવા રૂા. 5,00,000ની માંગણી કરી રકજકના અંતે રૂા. 1,50,000માં નક્કી થતાં જે રકમ ફરિયાદીએ નહીં આપતા રુબરુ મળી જો ક્યાંય ફરિયાદ કરી છે તો ટાટિયા ભાંગી નાખીશ અને જીવથી હાથ ધોવો પડશે તેવી ધમકી આપતા ફરિયાદીએ ગ્રેવિટી ન્યુઝ જામનગરના પત્રકાર કપિલ અરવિંદભાઇ જોઇસર વિરુધ્ધ સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 385, 387, 506(2) મુજબ ફરિયાદ કરી હતી.

આ બનાવ અનુસંધાને વીડિયો કોન્ફરન્સ માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી અન્વયે ધારાશાસ્ત્રી કે.એચ. ધોળકીયાએ કરેલ દલીલના અંતે ગુજરાત હાઇકોર્ટે બચાવપક્ષની દલીલથી સહમત થઇ અરજદાર કપિલ જોઇસરને એરેસ્ટ પર ‘થોભો અને રૂકજાવો’નો આદેશ આપેલ છે અને તપાસનીસ અમલદારે અરજદારનું નિવેદન લઇ અદાલતને રિપોર્ટ કરવા હુકમ કરેલ છે. આ મેટરનું ફાઇનલ હિયરીંગ તા. 13-7-21ના રોજ રાખેલ છે. આ કેસમાં બચાવપક્ષે જામનગરના ધારાશાસ્ત્રી ધોળકીયા લો ચેમ્બર્સ તથા સંગલગ્ન ધારાશાસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular