Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં બાળકો માટે વેક્સિન તૈયાર, જલ્દીથી શરુ થઇ શકે છે રસીકરણ

ભારતમાં બાળકો માટે વેક્સિન તૈયાર, જલ્દીથી શરુ થઇ શકે છે રસીકરણ

- Advertisement -

દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. ત્યારે ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અને રસીકરણના કાર્યક્રમને પણ ઝડપી બનાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે ગુજરાતની કંપની ઝાયડસ કેડીલાએ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે વેક્સીન તૈયાર કરી છે. અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી માંગી છે.  મંજુરી મળતાની સાથે જ દેશમાં બાળકોને પણ વેક્સીન આપવાનું શરુ થઇ જશે.

- Advertisement -

 ઝાયડસ કેડિલાએ ઝાયકોવ-ડીના ઈમરજ્ન્સી ઉપયોગના અપ્રૂવલ માટે DCGI પાસે મંજૂરી માંગી છે. જો આ વેક્સિનને મંજૂરી મળી જશે તો આ કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાની પ્રથમ DNA વેક્સિન બની શકે છે.  આ રસી 12થી18 વર્ષની વયના બાળકો માટે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઝાયડસ કેડિલાની રસીનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જો સરકાર દ્વારા આ રસીની મંજૂરી આપવામાં આવે તો, રસી જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના બાળકોને આપવામાં આવી શકે છે. આ વેક્સીનના ત્રણ ડોઝ આપવામાં આવશે. આ વેક્સિનને 2થી 4 ડીગ્રી સે. તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. માટે ટ્રાન્સપોર્ટેશન પણ સરળ બની રહેશે.

 ઝાયકોવ-ડી એક DNA પ્લાઝિમ્ડ વેક્સિન છે. આ વેક્સિન શરીરની ઇમ્યુનિટી વધારવા માટે જીનેટિક મટેરિયલનો ઉપયોગ કરે છે.કેડીલાની આ વેક્સીનને મંજુરી મળે તો દેશમાં 4વેક્સીન ઉપલબ્ધ થશે.હાલ ભારતમાં કોવેક્સિન, કોવીશીલ્ડ અને સ્પૂતનીક-વી આપવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular