Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયએજન્ટોનું કેરેકટર ઢીલું નથી ને ? તપાસ કરશે બે અધિકારીઓ

એજન્ટોનું કેરેકટર ઢીલું નથી ને ? તપાસ કરશે બે અધિકારીઓ

- Advertisement -

સરકારની નાની બચત યોજના હેઠળ ચાલતી મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત અને સ્ટાન્ડર્ડાઇઝ એજન્સી સિસ્ટમ યોજનામાં ગેરરિતી રોકવા નાયબ નિયામકે કડક નિયમો બનાવાયા છે. નવા નિયમ મુજબ અને જુના એજન્ટોના કેરેકટર સર્ટિફિકેટ માટે બે ગેઝેટેડ ઓફિસરના સહીં-સિકકા ફરજિયાત કરાયા છે. ગુજરાતમાં 24 હજાર એજન્ટ સાથે જોડાયેલા હજારો નાના બચતકારોના હિતમાં નિર્ણય કરાયો છે. નાની બચત યોજનામાં લોકો એજન્ટોના માધ્યમથી મહિને પોસ્ટમાં બચતની રકમ ભરે છે.

ગેરરિતી અટકાવવા એજન્ટો માટે ઓગસ્ટ, 2020થી કડક નિયમ બનાવનાર સિટી ડેપ્યુટી કલેકટર અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનસોયા ઝાએ કહ્યું કે, એજન્ટે કરેલા કામ અંગે પોસ્ટ માસ્ટરનું પ્રમાણપત્ર જરૂરી છે. બચતની રકમનો દૂરપયોગ ન થાય તે માટે સુધારા કરાયા હતાં. રિલીફરોડ પર ઉદ્યોગભવનમાં કાર્યરત નાની બચત યોજનાની કચેરીમાંથી સમગ્ર રાજયનું સંચાલન થાય છે. જોકે, જિલ્લા પ્રમાણે અધિકારીની કામગીરી થાય છે. એજન્ટ માટેના ફોર્મનું વિતરણ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાંથી મળે છે.

અમલમાં આવેલા નવા નિયમો: મરણ કેસમાં વારસાઇ, પેઢીનામું હોવું જોઇએ. ન હોય તો એજન્સી રદ થાય છે. એજન્ટ બહારગામ જાય ત્યારે પોસ્ટમાસ્ટરની એનઓસી ફરજિયાત છે. એજન્ટ કામ કરે નહીં અથવા બચતકારોની રજૂઆત હોય ત્યારે એજન્સી રદ કરવા પોસ્ટ માસ્ટરે વિભાગને પત્ર લખવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular