લાલપુરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં બે શખ્સોને એલસીબીએ રૂા.71,500 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 49 માં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.2100 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન મહેન્દ્રસિંહ ઉર્ફે ભયલુ છોટુભા સોઢા અને રામશી કરશન કરંગીયા નામના બે શખ્સોને રૂા.25500 ની રોકડ રકમ અને રૂા.16000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન તેમજ રૂા.30000 ની કિંમતનું બાઇક મળી કુલ રૂા.71,500 નો મુદ્દામાલ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બંસી કાશીરામ સોલંકી, અરવિંદ કિશોર સોલંકી, પ્રતાપ ધરમશી સોલંકી, કરણ રાજુ પરમાર, રોશન રાકેશ બુટીયા નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.2100ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર જિલ્લામાંથી બે જૂગારદરોડામાં સાત શખ્સ ઝડપાયા
લાલપુરમાંથી વર્લીના આંકડા લખતા રૂા.71,500 ના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝબ્બે : જામનગરમાં તીનપતિ રમતા પાંચ શખ્સ ઝડપાયા