જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતાં મહિલાએ તેણીની બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામમાં વજીરફળીમાં રહેતા દક્ષાબા ભૂપેન્દ્રસિંહ વાઢેર (ઉ.વ.40) નામના મહિલાને થાઈરોડ અને બ્લડપ્રેશરની બીમારી હોવાથી હલનચલન કરી શકતા ન હતાં. તેથી આવી જિંદગીથી કંટાળીને મંગળવારે સાંજના સમયે તેના ઘરે જાતે સળગી જઈ અગ્નિસ્નાન કરતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કરતા આ અંગેની મૃતકના પતિ ભૂપેન્દ્રહિં દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના ચેલામાં બીમારીથી કંટાળી મહિલાનું અગ્નિસ્નાન
મંગળવારે સાંજે જાતે આગ લગાવી : પોલીસ દ્વારા તપાસ